Dawat Ilm Aur Amal Book Review | Maulana Ibrahim Devla Sahib ni Islamic Kitab

Blogger Imran
0

 Dawat Ilm Aur Amal Book Review ની શરૂઆત એ સમજથી થાય છે કે ઇસ્લામ માં દાવત નો અસલ મિજાજ એ છે કે ઈન્સાન પેહલા પોતે ઇલ્મ હાંસિલ કરે, પછી એ ઇલ્મ પર અમલ કરે અને ત્યાર બાદ મુહોબ્બત અને હિકમત સાથે એ ઇલ્મ ને બીજા સુધી પહોંચાડે. હાલના સમયમાં જ્યારે લોકો રૂહાની બેચેની, દિન થી દૂરી અને અમલ ની કમજોરી નો શિકાર છે, ત્યારે Dawat Ilm Aur Amal kitab એક કિંમતી તોહફો બનીને સામે આવી છે. આ કિતાબ હઝરત મૌલાના ઇબ્રાહિમ સાહબ દેવલા દા.બ ની હિકમતભરી વાતોનો સમાવેશ કરે છે અને Islamic Research Institute એ ખુબ એહતેમામ સાથે છાપી છે.

(toc) #title=(Table of Content)

Dawat Ilm Aur Amal કિતાબનું કવર | Maulana Ibrahim Devla Kitab

Dawat Ilm Aur Amal Book Review | Maulana Ibrahim Devla Sahib ni Islamic Kitab (Islamic Book Review Gujarati)

કિતાબ ની પહેચાન 

કેટલીક કિતાબો ફક્ત વાંચવા માટે નથી હોતાં પરંતુ સમજ્યા બાદ જિંદગીમાં ઉતારવામાં આવે છે. Dawat Ilm Aur Amal Islamic Book પણ એમાની જ એક છે. આ Islamic Urdu book માં ઉલમા એ કિરામ ના Islamic bayanat, Dawat o Tabligh ના ઉશુલ, અમલી જિંદગીની જીમ્મેદારીઓ અને દીન ની ખિદમત નો સાચો તરીકો મોજૂદ છે.

કિતાબ નો મકસદ | Kitab no Makshad (Ilm aur Amal ki Ahmiyat)

આ કિતાબનો મક્સદ એ છે કે ઉલ્મા એ કિરામ, દાવત અને ઇસ્લાહે ઉમ્મત માં પોતાનો કિરદાર સમજે. આમ મુસ્લિમો દીન ના પાયા ની જીમ્મેદારી થી વાકેફ બને, Ilm Aur Amal ni ahmiyat સ્પષ્ટ થાય અને મુસલમાન પોતાની જીંદગી મજબૂત કરી શકે.

કિતાબમાં સમાવેલ મુખ્ય મુદ્દાઓ (Islamic Guidance Gujarati)

1. ઉલ્મા માટે દાવત ની એહમિયત

ઇલ્મ ફક્ત કિતાબોમાં જ ન રહે પરંતુ લોકો સુધી સહી રીતે કેવી રીતે પહોંચાડવું તે મુદ્દે વિગતવાર ચર્ચા છે.

2. દિની જિંદગીની જીમ્મેદારીઓ

મુસ્લિમોની રોજિંદી જિંદગી, ઈમાન મજબૂત કરનાર બાબતો અને દિનને કમજોર કરનાર ઈબાદતો પર સરળ અંદાજમાં રોશની.

3. કામ કરનારાઓ માટે જરૂરી હિદાયત

 (Dawat o Tabligh)નરમી, તહમ્મુલ, હિકમત અને મસ્તકિલ મિજાજી જેવા અમલી ઉસૂલ.

4. ઉલ્માના બયાનોનો સમાવેશ

વિવિધ ઇજ્તેમાઓમાં કરાયેલ બયાનોનો ઉમદા સંગ્રહ, જે હાલત અને Islamic waqiyat મુજબ અમલી માર્ગદર્શન આપે છે.

5. તબલીગ ના ફઝાઈલ (Fazail e Tabligh)

તબલીગ ની એહમિયત, સવાબ અને બરકતો કુરઆન અને હદીસ ની રોશની માં.

કિતાબ ની ખાસિયતો (Islamic Book Features)

1. આસાન ભાષામાં ઊંડી વાતો

મુશ્કેલ દિનની વાતો સરળ રીતે.

2. રૂહાની તરક્કી માટે રેહનુમાઈ

દિલને નરમ કરે છે અને ઈન્સાનને પોતાની અવગણનાઓ તરફ ધ્યાન દલાવે છે.

3. અમલી જિંદગી માટે સંપૂર્ણ માર્ગદર્શન

ફક્ત વાંચવા માટે નહીં પરંતુ પર અમલ કરવા માટે તૈયાર કરે છે.

4. ઉલ્મા અને આમ બંને માટે ફાયદાકારક

ચાહે આલીમ હોય કે સામાન્ય મુસ્લિમ—દરેકને લાભકારક.

આ કિતાબ કેમ વાંચવી જોઈએ? (Why Read Dawat Ilm Aur Amal)

જો તમે Deen ki khidmat કેવી રીતે કરવી તે જાણવા માંગો છો, ઇલ્મ પર અમલનો સાચો રીતે કરવો છે, દાવતનો સહી તરીકો સમજવા માંગો છો, તો આ કિતાબ ખૂબ ફાયદાકારક છે.

આ કિતાબ દિલને નરમ કરે છે, ફિકર બદલે છે અને અલ્લાહની નજીક લઈ જાય છે.

આ કિતાબનો સામૂહિક પેગામ એ છે કે દાવત ઇલ્મ અને અમલ ત્રણેય જોડાઈ જાય તો જિંદગી બદલાઈ જાય.

Conclusion 

Dawat Ilm Aur Amal Book Review એ ફક્ત એક રિવ્યુ નથી. આ એવી કિતાબ છે જે દિલ પર અસર કરે છે, દાવતની હિકમત સમજાવે છે અને ઇલ્મ અને અમલનો સહી સંતુલન બતાવે છે, દરેક મુસ્લિમ માટે આ કિતાબ એક કિંમતી તોહફો છે.


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!