દરેક પ્રકારના નુકશાન થી હિફાઝતની દુઆ | har pareshsni thi bachavani dua

Blogger Imran
0

 દરેક પ્રકારના નુકશાન થી હિફાઝતની દુઆ આજ ના આ ઇસ્લામિક બ્લોગ પોસ્ટ માં બતાવવાનો છું, દરેક ઇમાન વારા ભાઈઓ અને બહેનો એવી ઇસ્લામિક દુઆ અથવા તો એવા ઇસ્લામિક વઝીફા ની શોધ માં રહે છે કે અમને કોઈ દુઆ યા વઝીફો પઢવા માટે મળી જાય જેને પઢવાથી અમારી દરેક મુશિબત થી હિફાઝત થાય,અને દરેક પ્રકાર ના નુકશાન થી હિફાઝત ની દુઆ પઢવાથી અમારી બધા જ પ્રોબ્લેમ થી હિફાઝત થાય,તો દોસ્તો તમારા માટે હદીસ શરીફ માં આવેલી huzur sallallahu alaihi wasallam ની બતાવેલી hifazat ni dua તમારા માટે લઈને આજ ના islamic blog માં હાજર થયો છું તો ચાલો આજ નો ઇસ્લામિક બ્લોગ શુરુ કરીએ અને જાણીએ કે દરેક પ્રકારના નુકશાન થી હિફાઝતની દુઆ કઈ છે

(toc) #title=(Table of Content)

દરેક પ્રકારના નુકશાન થી હિફાઝતની દુઆ

દરેક પ્રકારના નુકશાન થી હિફાઝતની દુઆ

بِسْمِ اللهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْئً فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ

દુઆ નો તરજુમો | dua no tarjumo 

બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુરું મ-અસ્મિહી શઉન્ ફીઅર્ઝિ વ-લા ફીસ્સમાઈ વ હુ-વસ્ સમીઉલ્ અલીમ.

દુઆ નો ગુજરાતી માં અનુવાદ 

હું તે અલ્લાહના નામથી [સવાર અને સાંજ (પસાર) કરું છું] જેના નામની બરકતથી ઝમીન અને આસમાનમાં કોઈપણ વસ્તુ નુકસાન નથી કરી શકતી. અને તે જ સાંભળનાર અને જાણનાર છે.

દુઆ ની ફઝીલત | dua ki fazilat 

 હઝરત અબાન બિન ઉસ્માન (રદિ.)થી રિવાયત છે કે મેં મારા પિતા ને મેં આ કહેતા સાંભળ્યા કે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું, જે માણસ સવાર-સાંજ દરરોજ ત્રણ વખત આ દુઆ પઢે તો તેને દિવસ-રાતમાં કોઈ પણ ચીઝ નુકસાન પહોંચાડી શકતી નથી. (ઝમાનાના બુરા બનાવોથી તે હિફાઝત માં રહેશે.)

બીજી રિવાયતમાં આ રીતે આવ્યું છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે જે માણસ સવારે અને સાંજે આ દુઆ ( જે ઉપર બતાવવા માં આવી છે તે ) ત્રણ ત્રણ વખત પઢતો રહેશે તો તેને ન કોઈ નુકશાન પહોંચશે અને ન તો કોઈ અચાનક મુસીબત તેને પહોંચશે.

કેટલીક રિવાયતો માં dua નો વખત બતાવ્યો નથી પરંતુ ઉલ્માઓ એ બધી રિવાયતો ને મજકુર બંધન લાગુ પડતું હોવાની શક્યતા ને નઝર માં રાખી ને સવાર સાંજ નું આ બંધન પસંદ કર્યું છે.

Canclusan 

દોસ્તો આજ ના આ ઇસ્લામિક બ્લોગ માં મેં તમને દરેક નુકશાન થી બચવાની દુઆ બતાવી છે તમે પણ સવાર સાંજ પઢો અને આ બ્લોગ પોસ્ટ ને તમારા દોસ્તો અને ઓળખીતાઓ સુધી પહોંચાડો જેથી એ પણ પઢે અને આપણા માટે સવાબ એ જારિઆ નો જરિયો બને,તમે કઈ દુઆ પઢો છો તે અમને કોમેન્ટ માં જણાવો આ સાથે જ આજ ની ઇસ્લામિક બ્લોગ પોસ્ટ ખત્મ કરીએ છીએ ફરી પાછા મળીશું આવતા નવા બ્લોગ માં ત્યાં સુધી તમારા ભાઈ ને રજા આપો આ દુઆ યાદ કરી લેજો અને પઢજો અને યાદ આવી જાય તો આ તમારા ભાઈ ને પણ યાદ કરજો.

અલ્લાહ હાફિઝ 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!