દુઆ આ શું છે અને કેવી રીતે કરવી | Dua kya hai aur kaise kare | Complete Islamic Guide 2026

Blogger Imran
0

 દુઆ શું છે અને કેવી રીતે કરવી એ વિશે બતાવવાનો છું માણસ જ્યારે કોઈ તકલીફ, ખુશી અને ડર અને ઉમ્મીદ ના સમયે પોતાના પાલનહાર ની તરફ નઝર કરે છે આનેજ દુઆ કહેવામાં આવે છે ઘણા લોકો મને સવાલ કરે છે કે દુઆ શું છે અને કેવી રીતે કરવી એમનો કહેવાનો મતલબ એ છે કે દુઆ અસલ માં છે શું અને દુઆ ને સાચા તરીકા થી કેવી રીતે કરવામાં આવે છે તો દોસ્તો આ સવાલ નો જવાબ ફક્ત એક લાઇન માં આપવો શક્ય નથી કેમ કે દુઆ ઇબાદત નું દિલ છે એટલા માટે એને વિસ્તાર થી સમજાવવું જરૂરી છે અને દિલ થી દુઆ કરવી પણ જરૂરી છે,

આ ઇસ્લામિક બ્લોગ પોસ્ટ માં હું તમને એક દમ સહેલી ભાષા માં જણાવીશ કે દુઆ કેમ કરવામાં આવે છે ,અલ્લાહ એને કેવી રીતે સાંભરે છે ક્યારે ક્યારે કબૂલ થાય છે 

અને દુઆ માંગવાનો તરીકો શું છે,આખી પોસ્ટ માં જ્યાં જરૂરી લાગશે ત્યાં આપણે દુઆ શુ છે અને કેવી રીતે કરવી એ પણ આપણે શીખતા રહીશું.
(toc) #title=(Table of Content)

દુઆ શું છે અને દુઆ કેવી રીતે કરવી

દુઆ શું છે અને કેવી રીતે કરવી  |  Dua kya hai aur kaise kare

1. દુઆ નો અર્થ શું છે? (Dua ka matlab क्या है?

દુઆ નો અર્થ ખાલી ફક્ત હાથ ઉઠાવી ને કંઈક માંગી લેવું એટલો જ નથી પરંતુ દુઆ દિલ ની તડપ છે એટલા માટે ઇસ્લામ માં ઇબાદત ની રૂહ કહેવામાં આવી છે,

દુઆ નો અસલ મતલબ એ થાય છે કે પોતાના પાલનહાર ની સામે આજીજી ની સાથે હાજર થવું એમની રહમત માંગવી

એમની મદદ ની તરફ ભરોસો રાખવો પોતાની કમજોરી ને સ્વીકારી ને એમની સામે માથું નમાવવું,જ્યારે માણસ સચ્ચાઈ અને ધ્યાન ની સાથે અલ્લાહ ની સાથે વાતો કરે છે 

આ કરેલી વાતો એની દુઆ બની જાય છે પછી તમે જુબાન થી માંગો કે પછી દિલ માં કહો,અલ્લાહ બધું સાંભરે છે.

2. દુઆ ક્યારે કબૂલ થાય? | Dua kab kabool hoti hai?

આ પ્રશ્ન પણ દુઆ શું છે અને કેવી રીતે કરવી ને સમજવા માટે ખૂબ જરૂરી છે કે દરેક દુઆ નો જવાબ મળે છે 

પરંતુ જુદા તરીકા થી કઇક તો તેજ વખતે મળી જાય છે અથવા થોડા વખત પછી બેહતર સ્વરૂપ માં આપવામાં આવે છે,

અથવા કોઈ મુશિબત ને હટાવી દેવામાં આવે છે અથવા આખીરત ના માટે જમા કરી લેવામાં આવે છે,

ક્યારેક માણસ વિચારે છે કે મારી દુઆ કબૂલ કેમ નથી થતી જ્યારે કે હકીકત માં અલ્લાહ તેને કોઈ મોટી પરેશાની થી બચાવી રહ્યા હોય છે એ માંગેલી દુઆ ની બદોલત,

3. દુઆ શું છે અને કેવી રીતે કરવી? | Dua ka sahi tarika kya hai?

દોસ્તો આજ ની આ પોસ્ટ નો આ જરૂરી ભાગ છે જો તમે હકીકત માં જાણવા માંગતા હોય કે  દુઆ શું છે અને કેવી રીતે કરવી તો નીચે આપેલ તરીકાઓ તમારા માટે છે,

દિલ ને સાફ રાખો

દુઆ આજ દિલ માંથી નીકળી ને રબ ની બરગાહ માં જાય છે જેમાં નફરત, હસદ, ઘમંડ અને બુરાઈ ની આગ ન હોય એટલે તમામ બુરાઈઓ થી સાફ દિલ રાખો 

અને દુઆ કરો એટલા માટે કે દિલ જેટલું સાફ હશે દુઆ નો અસર એટલો ફાસ્ટ અને પાવરફુલ થશે,

સચ્ચાઈ અને યકીન

દુઆ કરતી વખતે દિલ માં પૂરું આ યકીન રાખો કે અલ્લાહ મારી દુઆ સાંભરી રહ્યા છે અને મારી દુઆ ને કબુલ કરવા પર કાદિર છે,

વુઝુ ની હાલત માં હોવું સારું

દુઆ કરતી વખતે વુઝુ હોવું જરૂરી નથી પરંતુ વુઝુ કરીને દુઆ કરવામાં આવે તો એનું નૂર તમારી દુઆ માં તાસિર અને પાકી લાવે છે.

કિબલા ની તરફ બેસવુ

દુઆ કરતી વખતે કિબલા તરફ મોઢું કરીને બેસવુ એ સુન્નત છે અને એના થી દુઆ કરતી વખતે ધ્યાન અને દિલ દુઆ માં લાગે છે.

હાથ ઉઠાવવા

દુઆ કરતી વખતે બંનેવ હાથ ને ખભા ના બરાબર ઉઠાવવા અને આજીજી ની સાથે ખીલવા એ દુઆ માં જાન પૈડા કરે છે

પેહલા અલ્લાહ ના વખાણ અને પછી દુરુદ પઢવું

આ દુઆ નો સૌથી ખુબસુરત અને પાક તરીકો છે જેમાં દુઆ પેહેલા અલ્લાહ ની સના અને તારીફ કરવામાં આવે અને પછી દુરુદ શરીફ પઢી ને પોતાની હાજતો માંગવા માં આવે,

દુઆ માં નરમી અને આંખ માં આંસુ

જો દુઆ માંગતી વખતે તમારું દિલ ભરાઈ આવે ,અવાઝ  બદલાઈ જાય અને આંખ માંથી આંસુ વહેવા લાગે અને આંખો નમ થઈ જાય તો સમજી લો કે આ દુઆ દિલ ની ઘેહરાઈ થી નિકળી છે,

ગુનાહો ની માફી

ક્યારેક ક્યારેક એવું પણ બની શકે છે કે આપણા ગુનાહો દુઆ કબૂલ થવાના રસ્તા માં રૂકાવટ બને છે 

એટલા માટે પેહલા તૌબા અને ઇસ્ટિગફાર ની મદદ થી ગુનાહો ની માફી માંગવી અને પછી દુઆ માંગવી.

અંત માં દુરુદ શરીફ અને આમીન

દુઆ કબુલ થવાનો અને અલ્લાહ ની રહમત નો વરસાદ વરસાવવા નો આ જ તરીકો સુન્નત માં બતાવવા માં આવ્યો છે કે દુઆ ના અંત માં આમીન અને દુરુદ શરીફ પઢવામાં આવે.

4. દુઆ સાંભળે છે કોણ? | Dua ko kaun sunta hai?

દરેક મુસલમાન નો દિલ નો અકીદો છે કે દરેક પુકાર ને સાંભળવા વારી જાત ફક્ત અલ્લાહ ની જ છે , તે દરેક અવાઝ ને સાંભરે છે 

એ પછી ચાહે ધીમી હોય કે પછી ફક્ત માણસ ના દિલ ની ધડકન ની જેમ મેહસૂસ થાય એ બધું જાણે છે,

ફરીસ્તાઓ પણ આમીન કહે છે

જ્યારે માણસ સાચા દિલ થી પોતાના રબ ની બરગાહ માં દુઆ કરે છે તો ફરિશ્તા પણ દુઆ માંગનાર ની સાથે જોડાઈ જાય છે.

રાત નો અંતિમ સમય

તહઝુદ ના સમય ની દુઆ ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે જે લોકો નો સવાલ છે કે આ શું છે અને કેવી રીતે કરવી તે પણ રાત માં

 એમના માટે જવાબ આ જ છે કે રાત્રિ ની ખામોશી માં કરેલી દરેક દુઆ ઝડપ થી પૂરી થાય છે

દુઆ કરવાં નો ખાસ સમય | Dua ka khas waqt

હદીસ ની કિતાબો માં દુઆ માંગવા માટે ઘણા કીમતી ટાઈમ બતાવ્યા છે જે નીચે મુજબ છે 

જુમ્મા ના દિવસ માં એક ખાસ ઘડી 
રોજ માં ઇફ્તાર કરવાના ઠીક પેહલા 
અઝાન અને ઇકામત ના વચ્ચે
વરસાદ ના સમયે
સફર ના સમય દરમિયાન
માં બાપ ની દુઆ પોતાની ઔલાદ માટે
રમઝાન ના મહિના ની રાતો 
કુરઆન શરીફ પઢિયા પછી 

જો તમે આ વખત માં દુઆ શું છે અને કેવી રીતે કરવી એ સમજી ને એના ઉપર અમલ કરશો તો તમને અસર અને ઝડપ થી મેહસૂસ થશે,

6. દુઆ કરતી વખત ની ભૂલો | dua karte waqt ki galtiya

કેટલાય લોકો ખુબ દિલ થી દુઆ માંગે છે પરંતુ કેટલીક ભૂલો ના લીધે અસર દેખાતી નથી એ ભૂલો નીચે પ્રમાણે છે

જલ્દ બાજી માં દુઆ કરવી 

દુઆ ને ધીરે ધીરે અને દોહરાવી સુન્નત છે ઉતાવર અને જલ્દ બાજી નુકશાન કરે છે એટલે દુઆ સબર ની સાથે ધ્યાન લગાવી ને માંગવી,

ફક્ત પરેશાની ના સમયે દુઆ કરવી

દુઆ એક ઇબાદત છે એ વાત યાદ રાખવી દુઆ ફક્ત તકલીફ માં સહારો નથી બલ્કિ દરરોજ ની જરૂરત છે એટલા માટે દિવસ દરમિયાન જે પણ જરૂરત પડે દુઆ ના માધ્યમ થી માંગવું જોઈએ

બીજાના માટે દુઆ ન કરવી

ફક્ત પોતાના માટેજ નહીં પરંતુ બીજા લોકો માટે પણ દુઆ કરતા રહેવું જોઈએ કેમ કે બીજા લોકો ના માટે કરેલી દુઆ પર ફરીસ્તાઓ કહે છે અલ્લાહ તને પણ એજ આપે જે તે તારા ભાઈ માટે માંગ્યું છે 

હલાલ અને હરામ ના ખ્યાલ ના કરવો

દુઆ ની કબૂલિયત માટે હલાલ અને પાકિઝા રોજી નો પણ ખાસ મહત્વ છે ગુનાહ ની કમાઈ , હરામ નું ખાવા ખાવું, આ બધા ગલત કામો દુઆ ને મંજૂર થવા ન રસ્તા માં રૂકાવટ છે માટે એના થી દરેક એ બચવું જોઈએ,

7. દુઆ ના પ્રકારો | dua ke tarike 

દુઆ પણ ઘણા બધા પ્રકાર ની છે ખાસ દુઆ ખાસ મોકા પર કરવામાં આવે છે જેમકે 

હમદ અને સુકર ની દુઆ જે અલ્લાહ ની નેમતો પર શુક્ર કરવા માટે માંગવા માં આવે છે

પોતાના બધા ગુનાહો ની માફી માંગવા માટે તૌબા અને ઇસ્ટિગફાર ની દુઆ કરવામાં આવે છે

જીવન માં સચ્ચાઈ અને ઈમાનદારી ના રસ્તા પર ચાલવા માટે હિદાયત ની દુઆ માંગવા માં આવે છે

રોજી માં અને કારોબાર માં બરકત થાય અને કમાઈ માં આશાની સહુલત થાય એ માટે પણ દુઆ કરી બરકત માંગવા માં આવે છે 

બીમારી, ડર, કર્જ અને મુશ્કેલી થી છુટકારો મેળવવા માટે  દુઆ માંગવામાં આવે છે

8. દુઆ ની કબૂલિયત વધારવા માટે નો અમલ 

હલાલ રોજી કમાવવાથી દુઆ માં તાકાત પૈદા થાય છે 

અલ્લાહ પર ભરોસો અને યકીન રાખવું એ ઇમાન નો ભાગ છે જે દુઆ માટે જરૂરી છે

ગુનાહ એ દુઆ ની કબૂલિયત માટે સૌથી મોટી રૂકાવટ છે એટલા માટે દરેક નાના મોટા ગુનાહો થી બચવાની કોશિસ કરવી જોઈએ,

એક બીજા ની મદદ કરવી કોઈ ની જરૂરત ના વખત માં કામ આવવું એ પણ દુઆ કબુલ થવામાં મદદ કરે છે

માં બાપ ની ખિદમત કરવી એ પણ દુઆ કબુલ માટે મદદગાર સાબિત થાય છે કેમ કે માં બાપ ની દુઆ સુધી અર્શ સુધી પહોંચે છે

9.દુઆ શું છે અને દુઆ કેવી રીતે કરવી ની અમુક ખૂબસુરત મિસાલ છે

એક માં પોતાના બાળક ના માટે હલકી અવાઝ માં જે પણ હલચલ કરે છે એ પણ દુઆ છે
એક ગરીબ રોજી કમાવવા ના રસ્તા માં રાહત માંગતા શબ્દો ને પણ દુઆ કહે છે

એક બીમાર વ્યક્તિ પોતાની પરેશાની માં જે આહ ભરે છે એ પણ દુઆ છે
એક તૌબા કરવા વાળો માણસ જ્યારે એકાંત માં પોતાના ગુનાહ પર પછતાવો કરે છે એ પણ સૌથી ખુબસુરત દુઆ છે

દુઆ હંમેશા લાંબી માંગવી એ જરૂરી નથી નાની સાચી અને દિલ ની ઘેહરાઈ થી નિકળેલી દુઆ વધારે અસર રાખે છે,

Canclusan

આ પોસ્ટ નો ખુલાસો એ છે કે દુઆ શું છે અને કેવી રીતે કરવી ને ઠીક રીતે સમજવું દરેક મુસલમાન ની જરૂરત છે દુઆ રૂહ નો ખોરાક છે દિલ નો આરામ છે અને અલ્લાહ ની સાથે કનેક્શન નો સીધો રસ્તો છે ,માણસ ની કમજોરી , ઉમ્મીદ તકલીફ અને ખુશી બધું દુઆ ના માધ્યમ થી રબ ની સામે પેસ કરે છે



एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!